શ્રી બીએમ કોમર્સની સ્થાપના 1951માં તેના સ્થાપક શ્રી ભોગીલાલ મગનલાલ શાહ દ્વારા કરવામાં આવી હતી, જેઓ એક અનુકરણીય કામદારમાંથી મિલના માલિક બન્યા હતા. તેઓ એક પ્રિય સ્મૃતિ છે અને ભાવનગરમાં તેમના યોગદાન માટે તેમને ઊંડા આદર સાથે યાદ કરવામાં આવે છે
શ્રી ભોગીલાલ મગનલાલ કોમર્સ હાઈસ્કૂલ: નામથી જ ગુણો પારખી શકાય એવું નામ. બી એમ કોમર્સ હાઇસ્કુલ ના વિદ્યાર્થીઓ સમગ્ર વિશ્વમાં પથરાયેલા છે જે અમારી સંસ્થાની ઓળખ છે. સામાન્ય માં સામાન્ય વિદ્યાર્થી ટોચ સુધી પહોંચી શકે તેવી સમગ્ર શિક્ષણ પ્રણાલી આ શાળાનું કેન્દ્રબિંદુ રહી છે.
શ્રી ચંચલબેન બાલમંદિર: મોન્ટેસરી પદ્ધતિથી વિદ્યાર્થીનું ખરું બાળપણ ખીલવવા માટેના સચોટ ઉપાયો અને પદ્ધતિઓ દ્વારા અપાતું શિક્ષણ. જ્યાં બાળપણની ખરી યાદો અને મૂલ્ય શિક્ષણ ની શરૂઆત થાય છે.
શ્રી દિવાળીબેન પ્રાથમિક શાળા: અભ્યાસમાં વિદ્યાર્થીઓનો પાયો ખૂબ જ મહત્વનો હોય છે. આ પાયાની સુદ્રઢ કરી મજબૂત નીવ આપી એક સુદ્રઢ અને શ્રેષ્ઠ ભારતીય નાગરિકોનું ઘડતર આ શાળામાં થાય છે.
શ્રી પી.એમ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા: ખરા અર્થમાં મૂલ્ય શિક્ષણ અને શિક્ષણને વ્યાપાર નહીં સમજનાર પદ્ધતિ પર કામ કરતી ભાવનગરની સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ. આધુનિક સુવિધાઓથી સુસજ આ શાળામાં વિદ્યાર્થીનો ખરા અર્થમાં વિકાસ જોવા મળે છે.